પાર્ટીની દુર્દશા માટે સોનિયા, રાહુલ અને પ્રિયંકા જવાબદાર… વરિષ્ઠ નેતાઓનો હુમલો..

કોંગ્રેસ ની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી થઈ છે. પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ હવે પક્ષપ્રમુખ સોનિયા ગાંધી,ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી સામે બળવાના સૂર માં જાહેર માં ફરિયાદ કરી રહ્યા છે.

વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આડકતરી રીતે સોનિયા ગાંધી પર નિશાન તાકતા ઉપપ્રમુખની લોકશાહી ઢબે ચૂંટણી કરવાની માંગ કરી હતી. જેનાથી કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ તેજ બની ચૂકી હતી.

ટૂંકમાં કોંગ્રેસનાં હાઈ કમાન્ડ પર પક્ષમાંથી જ થયેલા હુમલા અટકવાનું નામ લેતા નથી. નટવર સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસમાં કશું જ ચાલતું નથી અને તેના માટે ત્રણ લોકો જવાબદાર છે જે પૈકી એક વ્યક્તિ છે રાહુલ ગાંધી, કેમ કે રાહુલ ગાંધી પાસે હાલ પક્ષનું કોઇપણ પદ કે હોદ્દો નથી તેમ છતાં પક્ષના તમામ નિર્ણય તેમના દ્વારા લેવાય છે.

જોકે અન્સારીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે,હવે રાજીનામું પાછું ખેંચાશે નહીં. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કોઈ વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીનું નામ લઈ જાહેરમાં નામ લઇ તેના ઉપર હુમલો કર્યો હોય એવા પ્રથમ પ્રસંગ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.