હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે,દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. લોકો તુલસીને તીર્થસ્થાન ની માફક માનીને તેની પૂજા કરે છે. દરેક મંદિરમાં તુલસીનો છોડ જ જરૂર હોય છે. તો આવો જાણીએ તુલસી ના પત્તા તોડવામાં કેવા પ્રકારની ભૂલ ન કરવી જોઈએ.
એકાદશીના દિવસે ન તોડો તુલસી..
કોઈપણ એકાદશી, રાત, રવિવાર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ માં
તુલસી ના પત્તા તોડવાનો પાપ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં તુલસી ના પત્તા તોડવાથી પૂજાનું ફળ મળતું નથી. અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે.
કારણ વગર ન તોડો..
કારણ વગર તુલસી ના પત્તા તોડવા પાપ માનવામાં આવે છે. ફક્ત ધાર્મિક અથવા કારણસર તેને તોડવા જોઈએ. તુલસીના પાન ચાવવા જોઈએ નહીં. કારણ કે તેમાં રહેલા એસિડ દાંતને નુકસાનકારક છે. તેને પાણી અને ચામાં નાખીને પીવાથી વધુ ફાયદો મળશે.
ઘરમાં ન રાખો તુલસીનો સુકો છોડ..
તો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં અથવા કૂવામાં તથા ઝરણામાં પ્રવાહિત કરી દો. તુલસીના સૂકા છોડને ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.