કેન્દ્રીય આરોગ્યમંત્રી ને ભાવનગર યુનિવર્સિટીએ PH. Dની ડીગ્રી આપી..

કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા ને શુક્રવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં પીએચ.ડી.ની ડિગ્રી માટે વાઈવા આપ્યો હતો. વાઈવા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીએ તેઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવા માટે નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યું છે.

કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા એ પીએચ.ડી પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ પીએચ.ડી.ની ડિગ્રી માટે ભાવનગર યુનિવર્સિટીમાં ડિસેમ્બર ૨૦૧૭ પોલિટિકલ સાયન્સના અર્થશાસ્ત્રમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા “રોલ ઓફ ગ્રામ વિદ્યાપીઠ ઈન કમ્યુનિટી ડેવલોપમેન્ટ એન્ડ ફ્યુચર ચેલેન્જીસ” એ વિષય ઉપર નિયત સમયમર્યાદા પીએમ.ડીનું કાર્ય પૂર્ણ કરી થીસીસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યો હતો.

https://www.youtube.com/watch?v=1SWJSHwny6I

યુનિવર્સિટી દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કર્યા બાદ આજે શુક્રવારે વાઈવા લેવાયો હતો. તેમણે સામાન્ય વિદ્યાર્થી ની જેમ તમામ પ્રક્રિયા કરી હતી. ભાવનગરમાં ઉદ્યોગ-ધંધાનાં મંદ વિકાસની બૂમ વચ્ચે આગામી સમયમાં કન્ટેનસઁ નિર્માણનો આયામ વિકસે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.