ફરી એકવાર સોનાના ભાવમાં થયો વધારો, જાણી લો શું છે ભાવ…

ભારતીય બુલિયન માર્કેટમાં રોજ એટલે કે ૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સોનાના ભાવમાં સારો એવો વધારો થયો છે. આ સાથે સોનું ફરી ૧૦ ગ્રામ દીઠ રૂપિયા ૪૫ હજારની સપાટી પાર કરી ગયું છે. તે જ સમયે ચાંદીમાં તીવ્ર વધારો નોંધાયો છે.આ સાથે ચાંદી ફરી ૫૮ હજાર રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે.

છેલ્લાં ટ્રેડિંગ સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું ૪૪,૯૧૭ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે ચાંદી ૫૭,૪૨૫ રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. ભારતીય બુલિયન બજારોની જેમ ગત રોજ આંતરાષ્ટ્રીય બજારમાં સોનાનાં ભાવમાં ધટાડો થયો છે. જયારે ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

https://www.youtube.com/watch?v=1SWJSHwny6I

સોનાના નવા ભાવ..

શુક્રવારે દિલીપ બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ૫૫૫ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ તીવ્ર વધારો નોંધાયો છે.રાષ્ટ્રીય રાજધાનીમાં ૯૯.૯ ગ્રામ શુદ્ધતાનું સોનું ૧૦ ગ્રામ દીઠ ૪૫,૪૭૨ રુપિયા બંધ થયું હતું.

ચાંદીના નવા ભાવ..

ચાંદીના ભાવમાં પણ આજે મજબૂત તેજી જોવા મળી હતી. દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે ચાંદીના ભાવ રુપિયા ૯૭૫નાં ઉછાળા સાથે ૫૮ હજાર રૂપિયા વધીને ૫૮,૪૦૦ રુપિયા પ્રતિ કિલોએ બંધ થયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.