પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઊથલપાથલ શરૂ છે.કોંગ્રેસ આલાકમાને રાજયમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. કહેવાય છે કે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત પંજાબનાં પ્રદેશ પ્રભારી પદથી હટાવાઈ તેવી શકયતા છે.
તેમની જગ્યાએ હરીશ ચૌધરીને આ જવાબદારી સોંપવામાં આવશે. પંજાબમાં છેલ્લા પંદર દિવસમાં એક પછી એક પરિવર્તન આવી રહ્યું છે. પહેલાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ જ ચરણજીત સિંહજી ચન્નીના ને પંજાબના સીએમ બનાવાયા.
https://www.youtube.com/watch?v=Qh1JE6ofB3E
આ તમામ વચ્ચે પંજાબના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંધુ એ રાજીનામુ આપી દીધું પંજાબના પ્રભારી રાવત પ્રભારી પદેથી આ તમામ મુદાઓને થાળે પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે.
અમરિંદર સિંહના રાજીનામા બાદ હરીશ રાવતે સિંધુની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો ગણાવ્યો હતો.રાવતે કહ્યું, ચરણજીત સિંહને લઇને પાર્ટી એ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો કોણ હશે. તે કોંગ્રેસ પ્રમુખ નક્કી કરશે પરિસ્થિતિ પર નજર કરીએ તો આ વખતે ચૂંટણી પંજાબ સરકાર ના મંત્રીમંડળ અને પ્રદેશનું નવજોત સિંધુ ના નેતૃત્વમાં લડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.