ઓફિસથી લઈને ફંકશન સુધી; દરેક જગ્યાએ ખાસ દેખાવા માટે પહેરો અલગ અલગ રીતે સાડી…

ભારતનો પારંપરિક પોશાક એેટલે સાડી જે કયારેય ફેશનમાંથી બહાર નથી જતી. દરેક પ્રસંગે સાડી પહેરવામાં આવે છે. ધણી સ્ત્રીઓ તો ધરમાં પણ સાડીઓ જ પહેરે છે. એવું નથી કે સાડી માત્ર લગ્ન પૂજા કે તહેવારો માં જ પહેરાઈ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારા વ્યવસાય અનુસાર સાડી પહેરી શકો છો.

ગમે તેટલી બદલાય અથવા આધુનિક બને. છ મીટર લાંબી પરંપરાગત સાદી ક્યારે ફેશનમાં જૂની થતી નથી. ત્યારે બનારસી,કિમખ્વાબ,ટીશ્યુ ,પેઠની ખાસ પ્રસંગોએ પહેરવામાં આવે છે. તમે કોઈ પણ પ્રસંગે કોટન, સિલ્ક – ગોટા સાડી પહેરી શકો છો.

જે સુંદરતા અને લાવણ્ય બંને એક સાથે દર્શાવે છે. તમે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે સાડી પહેરી શકો છો. જે તમને અલગ લૂક આપશે.

બ્લાઈઝનો રંગ, પ્રિન્ટ અથવા ડિઝાઈન બદલીને દર વખતે સાડીનો લૂક આપી શકો છો. જો તમારી પાસે પીળી સાદી સાડી હોય તો તેને સાદા સફેદ બ્લાઉઝ સાથે પહેરો.

જો તમે પરંપરાગત સાડી પહેરી રહ્યાં છે .તો જ્વેલરીની ચિંતા ન કરો. દરેક પ્રકારની જવેલરી સાડી સાથે આપોઆપ સારી લાગે છે. જો ફંકશન નાનું હોય તો મિનિમલ લૂક માટે સાડી સાથે માત્ર મોટી ઈયરિંગ્સ પહેરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.