ડ્રગ માફિયા મોહમ્મદ હસેને પોપટની જેમ કરી કબૂલાત ; કાળા કારોબાર વિશે..

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડની તપાસમાં અને ખુલાસાઓ અનેક માહિતી સામે આવી હતી. આરોપી અનંતનાગમાં પોતાની જમીનમાં જ્યાંથી ચરસ બનાવીને સપ્લાય કરતો હતો. અને ત્યાં સપ્લાયર ના સંપર્ક માં પણ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું એ છે કે પૂર્વ એરફોર્સ કર્મચારીની શંકરપ્રસાદ પેરોલ માં બહાર આવ્યા બાદ પણ ચરસ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે.

મોહમ્મદ હુસૈન ઉર્ફ હુસૈન અલીદારની ગુજરાત એટીએસએ કશ્મીરના અનંતનાગ થી ધરપકડ કરી તપાસ તેજ કરી છે. આરોપી ગુજરાતમાં ચરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ છે. આ ડ્રગ્સ માફિયા એ પોપટની જેમ કબૂલાતો કરી છે. અને કેટલીક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.

આરોપી તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ હુસૈન અને તેનો ભાઈ બશીર દારની ખૂબ મોટી જમીન છે. અને ત્યાં તે લોકો ગાંજા ની ખેતી કરી તેમાંથી ચરસ બનાવી દેતા હતા. બશીર દાર ત્યાં શિક્ષક હતો અને તેનો શંકરપ્રસાદ થી પહેલા સંપર્ક થયો હતો. અને બશીર સફરજનની આડમાં ચરસ મોકલી આપતો હતો.

શું છે સમગ્ર કેસ..

ગુજરાતમાં ડ્રગ્સ ધુસાડવાનાઐ ષડયંત્રનો માસ્ટર માઈન્ડને ૧૨ વર્ષ બાદ ગુજરાત એટીએસે ઝડપી લીધો છે. આરોપી ડ્રગ્સનું વેચાણ કરી તેના નાણાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે. એટીએસએ કશ્મીરથી આરોપીની ઘરપકડ કરી છે. આરોપી મહંમદ હુસેન ઉર્ફે હુસેન અનંતનાગથી ધરપકડ કરી છે.

આરોપી ગુજરાતમાં સરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ છે. ૨૦૦૯ માં ઉનાવામાં ૧૦ કિલો ચરસનો જથ્થો પકડાયો હતો.જેમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં મોહમંદ હુસેનની સંડોવણી ખુલી હતી. ૧૨ વર્ષ બાદ એટીએસે ઝડપી લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.