રેલવેના પાટાની કિનારીઓ અને રેલવે પરિસરમાં પડેલો ભંગાર વેચીને રેલવે આવક ઊભી કરી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતાં આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યાર સુધીમાં ભંગાર વેચી ૨૨૭.૭૧ કરોડ રૂપિયા ભેગા કર્યા છે . જે અત્યાર સુધીનો રેકોર્ડ છે .સ્ક્રેપ વેચાણના મામલે ઉત્તર રેલ્વે હવે ભારતીય રેલવેને સાર્વજનિક ઉપક્રમો માં ટોચ પર છે.
રેલ્વે લાઈનની નજીકના રેલવે ના પાટા ના ટુકડા, સ્લીપર,ટાઈબાર જેવા ભંગાર એટલે કે સ્ક્રેપનાં કારણે સુરક્ષા સંબંધી જોખમની સંભાવના રહે છે. આ કારણે રેલ્વે નકામા પડેલા ભંગારને વેચીને કમાણી કરે છે. ઉત્તર રેલવે મોટી સંખ્યામાં જમા કરવામાં આવેલાં સ્ક્રેપ પીએસસી સ્લીપરનો નિકાલ કરી રહ્યું છે.
જેથી રેલવે ભૂમિને અન્ય ગતિવિધિઓ અને આવક માટે ઉપયોગમાં લઈ શકાય. રેલ્વે બોર્ડ આ વર્ષે ઉત્તર રેલવેને ૩૭૦ કરોડ રૂપિયાનાં ભંગારના વેચાણનું લક્ષ્ય આપ્યું છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.