દેશમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આવતીકાલથી નવરાત્રિની શરુઆત થઈ રહી છે. જો કે કોરોના મહામારીને જોતાં સરકાર દ્નારા તમામ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ગુજરાત સરકારે પણ નવરાત્રિમાં ગરબે ધુમવા માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. એવામાં જ રાજ્યોના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.
હર્ષ સંઘવી એક જણાવ્યું કે ,નવરાત્રિ દરમિયાન માત્ર રાજ્યમાં કોમર્શિયલ ગરબાને મંજૂરી નથી આપવામાં આવી. શેરી ગરબામાં માત્ર ૪૦૦ ની મર્યાદામાં ગરબા રમવાની છુટ આપવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=P_4EA361PDw&t=13s
એટલું જ નહીં , પવિત્ર યાત્રાધામોમાં માત્ર એક જ દિવસ જ ગરબા થશે. જયારે ગરબા રમવા માટે કોરોના રસીકરણ જરૂરી થઈ ગયું છે. રાજ્ય સરકારે ભલે કોરોના ધ્યાને રાખી સોસાયટીમાં આયોજિત ગરબામાં ૪૦૦ની લોકોની મંજૂરી આપી છે. પરંતુ ગત શનિવારે ગૃહ વિભાગ દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જે અનુસાર ગરબા, દુર્ગાપૂજા, શરદ પૂનમને, દશેરા જેવા તહેવારો બનાવતા પહેલા ના બંને ડોઝ લેવા જરૂરી કરી દેવામાં આવ્યા છે.આ માટે પોલીસ કમિશ્નર, કલેક્ટર અને એસપીને પણ જરૂરી આદેશ આપી દેવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.