તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં નવરાત્રિના પહેલા જ દિવસે ધ્રાસકો પડી જાય તેવા સમાચાર આવ્યા છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો આસમાને . છે. ત્યાં નવરાત્રિના પહેલા જ નોરતે ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. બે દિવસના સમયગાળામાં જ સિંગતેલના ભાવમાં ૮૦ રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ સીંગતેલનો ડબ્બો ૨૫૨૦ પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૪૩૦ રૂપિયા થયો છે. મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલા સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પર તેલનો વધુ ઉપયોગ થતો હોય છે, ત્યાં નફો કમાવવા તેલીયા રાજા કરતા સંગ્રહખોરી કરતા હોય છે. જેની સીધી અસર લોકોના બજેટ ઉપર થાય છે.
https://www.youtube.com/watch?v=5z5yTBMMdR0
રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે. જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ-અલગ ખર્ચ સહિતના નાફેડ વેચવા સમય અંતરે પ્રયત્ન કરે છે. જોકે આ ભાવ ઊંચા પડે છે તેમ કરીને ખરીદી કરતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.