રાજ્યમાં રોડ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે બનાસકાંઠા ડીસામાં આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને રિક્ષા ચાલકને અડફેટે આવી જતા રીક્ષા માં આગ લાગી હતી. તો કાર ચાલકનો આબાદ બચાવ થયો.
https://www.youtube.com/watch?v=glUFBm2asXc
જો કે આ અકસ્માતમાં રિક્ષામાં આગ લાગતા રિક્ષામાં સવાર ચાર મુસાફરઓના મોત નિપજયા હતા હતો કે રોડ પર બે ટ્રક સામે સામે અથડાતા રોડ પર કાર અને રિક્ષા ચાલક પણ અકસ્માતની અડફેટે આવી ગયા હતા. જેમાં રીક્ષા માં આગ લાગી જતા. રિક્ષામાં બેઠેલા મુસાફરોનો સળગી જતા મોત ચારેય મુસાફરો મોતને નિપજયા હતા. અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
જો કે અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ટ્રાફીકને નિયંત્રિત કર્યો હતો. ત્યારે અકસ્માત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.