કોલસાની અછતને લઈને સુરતને મોટો ફટકો , કાપડની મિલો એક મહિના પહેલાં વેકેશન જાહેર કરવું પડ્યું..

સુરતમાં કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલ સહિતના કાચા માલની અછત થી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી મિલો બંધ રાખવાનો સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનને નિર્ણય કર્યો છે.સાથે જ પ્રોસેસિંગ જોબ ચાર્જ ૧૦ થી ૨૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને કોલસાની તંગીથી સમસ્યા વધી ગઈ છે.

પહેલીવાર સુરતમાં એક મહિનાનું વેકેશન..

મોંઘવારીની સાથે સાથે મિલોને પણ ટકાવી રાખવા માટે પ્રોસેસિંગના જોબ ચાર્જમાં વધારો કરવો એ આવશ્યક છે. સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તમામ પ્રોસેસર્સોએ જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો જોઇએ માટેની સહમતિ આપી છે. જેથી 6 ઓક્ટોબરથી જ શહેરની મિલોમાં હાલ ચાલી રહેલ ભાવો કરતા 20 ટકા સુધી ભાવોમાં વધારો કરી જોબ ચાર્જ માટેનો ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે. ઉપરાંત પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવા નિર્ણય કર્યો છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શહેરની મિલો પણ બંધ રહેશે.

https://www.youtube.com/watch?v=glUFBm2asXc

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જો હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જોબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જોબ ચાર્જમાં ભાવ વધારો કરવો અનિવાર્ય છે સાથે એક મહિના સુધી 400 મિલો બંધ રાખવા નિર્ણય કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.