મિત્રો સાથે બાઈક રેસના શોખમાં સુરતનાં યુવકની જિંદગી હોમાઈ..

સુરતીઓના શોખ ક્યારેક તેમના પર ભારે પડી જાય છે. મોડલિંગ નું કામ કરતાં એક સુરતી યુવકને રેસિંગ નો શોખ ભારે પડ્યો હતો. રાત્રે ગરબા જોઈને મિત્રો સાથે પરત આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. ૨૨ વર્ષીય યુવક છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સલૂન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સુરત નાના નગરમાં ૨૨ વર્ષીય મનીષ બાગુલ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તે મૂળ મહારાષ્ટ્રના ધૂલીયા માં આવેલા શિરપૂર ગામનો હતો. બાબુલ પરિવારના બે ભાઈઓ માં તે મોટો દીકરો હતો. સુરતમાં રહી તે આખા પરિવારનું ગુજરાન ચલાવતો તેનો પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે. અને તે સુરતમાં એકલો જ રહેતો હતો. તે સુરતના વેસુમાં આવેલા એક હેર સલૂનમાં કામ કરતો હતો. છેલ્લા પાંચ વર્ષથી સુરતના ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે મનીષ પોતાના મિત્રો સાથે ગરબા જોવા નિકળ્યો હતો. ત્યારે તેની સાથે અકસ્માત સર્જાયો હતો.

ત્યારે અડાજણ થી મગદલ્લા બ્રિજ થી પાંડેસરા જઈ રહ્યો હતો. ત્યારે તેના મિત્રો સાથે તેને રેસ લગાવી હતી. તેના બે મિત્રો ગાડી લઇને આગળ નીકળી ગયા હતા. અને તે પાછળ રહી ગયો ત્યારે તેના મિત્રોએ તેને થોડી વાર રાહ જોઈએ છીએ. અને બાદમાં તે તેઓ મનીષ ને જોવા પાછા આવ્યા હતા. તેમણે ઓએનજીસી તરફ આવીને જોયું તો મનીષ ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

જોકે આ અકસ્માત કેવી રીતે થયો હતો. તેની હજુ સુધી માહિતી મળી નથી. આ માહિતી મળતા જ મનીષના પરિવાર પર આભ તૂટી પડયું હતું. મનીષ સલૂનમાં કામ કરવાની સાથે મોડલિંગ શોખ ધરાવતો હતો. તેને કેટલાક મોડલિંગના કામ પણ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.