ગૃહમંત્રી હોય તો આવા.. ગૃહમંત્રીએ એક બાળકનાં કારણે પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ કર્યા..

પેથાપુરમાં હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. અજાણ્યા વ્યક્તિએ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ૧૧ માસનું બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર હોવા છતાં. પણ આવા નર રાક્ષસે કેમ તેને છોડવું પડયું તે વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

હાલ આ બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે મુલાકાત લઈને બાળકની સાથે મુલાકાત લીધી હતી. બાળકને રમાડ્યું પણ હતો. બાળકને તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ બાળકના ગુનેગાર શક્ય તેટલી ઝડપથી શોધવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સોશિયલ મીડિયા અને તાકાત બતાવવા માટે પણ અપીલ કરી છે.

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

હર્ષ સંઘવી આ બાળકના માતા-પિતા જ્યાં સુધી નહીં મળે. ત્યાં સુધી હું ગાંધીનગર નહીં છોડું. સંઘવીએ જણાવ્યું કે, જ્યાં સુધી બાળકના માતા-પિતા નહીં મળે ત્યાં સુધી ગાંધીનગર બહાર જવાનું પ્રણ લીધું હતું. તેણે જણાવ્યું હતું કે ગાંધીનગર બહારના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. રવિવારે સુરતમાં યોજાનારા જન આશિર્વાદ યાત્રા પણ રદ કરવામાં આવી છે. જોકે હવે ગૃહમંત્રીની આ જાહેરાતથી હવે તમામ કાર્યક્રમો રદ જાહેર થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.