જો તમને એડવેન્ચર અને ભૂતિયા સ્થળ જોવાનો શોખ હોય. તો અમે તમને એક બેસ્ટ પ્લેસ જણાવવા જઈ રહ્યા છીએ.અમેરિકાનાં જયોજિઁયામાં આવેલી સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલને વિશ્ચની સૌથી મોટું પાગલખાનું માનવામાં આવે છે.
મકાન ખંડેરમાં ફેરવાઈ ગયું છે..
ડેઈલી મેલમાં એક સમાચાર અનુસાર, આ હોસ્પિટલ વર્ષ ૧૮૪૨માં બનાવવામાં આવી હતી. વર્ષ ૧૯૬૦ સુધીમાં તો તેને વિશ્ચનું સૌથી મોટું પાગલખાનું માનવામાં આવતું હતું.
અમાનવીય થતી હતી સારવાર..
અહેવાલ અનુસાર, આ હોસ્પિટલમાં દર્દીઓને ખૂબ જ અમાનવીય રીતે રાખીને તેમની સારવાર કરવામાં આવતી હતી.અહીં બાળકોને લોખંડનાં પાંજરામાં રાખવામાં આવતાં હતાં.
https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs
૨૫ હજારથી વધુ દર્દીઓને દફનાવવામાં આવ્યા..
આ આશ્રય મેદાનમાં ૨૫ હજારથી વધુ દર્દીઓને દફનાવવામાં આવ્યા છે. તે દર્દીઓના નામ સાથે ધાતુની બનેલી પ્લેટો અહીં દફનાવવામાં આવી છે. બાદમાં આ હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. અહીં આવતા દર્દીઓ પણ ઓછા થયા. અહીંની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લગભગ એક હજાર એકરમાં બનેલી હોસ્પિટલની ૨૦૦ થી વધુ ખાલી ઇમારતોમાં ભૂત-પકડનારા આવવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.