હીરાઉદ્યોગમાં હલકી સાઈઝનાં હીરા ડિમાન્ડમાં વધારો.. એંધાણ વર્તાઈ રહયાં છે..

હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સુરતના હીરાઉદ્યોગમાં હલકી સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. જેના પગલે સુરતના કેટલાક હીરાઉદ્યોગમાં ઓવરટાઈમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો લાભ હિરા ઉદ્યોગ વેપારીઓની સાથે સાથે રત્ન કલાકારોને પણ પૂરેપૂરી રીતે મળવાનો છે.જેનાં પગલે હીરા ઉદ્યોગનો ૨.૫૩ મિલિયન ડોલરનો જે વેપાર હમણાં સુધીનો રહ્યો છે તેમાં પણ વધારો થવાની શકયતા સુરજ ડાયમંડ એસોસિયેશન દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.

ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને આ વખતે દિવાળી ખૂબ ફળવાની છે. કારણ કે દિવાળી સામે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. હાલ સુરતના હીરાઉદ્યોગમાં કી સાઈઝના ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. જેને કારણે સુરતના કેટલાક હીરાઉદ્યોગ વહેલી સવારથી ધમધમતા થયા છે.એમ કહીએ તો ઓવરટાઈમ પણ કરવામાં આવી રહ્યો છે.

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

જીજેઈપીસીનાં સુરત રિજીયનનાં ચેરમેન દિનેશ નાવડીયા આ અંગે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ની કોવિડ પરિસ્થિતિ બચ્ચે હિરા ઉદ્યોગના વેપારીઓનો એક પ્રકારનો ડર હતો કે જે સ્ટોક છે. તેમાં પણ ૩૦% જેટલો લોસ રહેશે. પરંતુ કોવિડની ની સેકન્ડ ફેઝમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલા બદલાવને કારણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ખૂબ સારો વેપાર મળવાનું શરૂ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.