રાત્રે ગરબા રમી આવેલા માતા પુત્રીએ સવારે આંખો જ ન ખોલી..

વડોદરા શહેરમાં માતા-પુત્રી રાત્રે ગરબે રમ્યા બાદ સવારે આંખો ન ખોલતા માતા-પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. પોલીસે મહિલાના પતિની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે.

આપને જણાવી દઈએ કે ૨૦૧૩માં તેજસ અને શોભનાનાં લગ્ન થયા હતાં.

પતિ પોતાની પત્ની અને પુત્રીને જગાડવાના પ્રયત્નો કરીએ તો તે બંને ઉઠ્યા ન હતા. તેથી તેઓએ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ માતા-પુત્રીનું મોત થયું હોવાનું પરિવારજનો ને જાણ કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

https://www.youtube.com/watch?v=V5TZMEG-uug

બંને માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી હતી. બંનેના મૃતદેહને નજીકની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.