ડેન્માર્કના પીએમનું ગરવી ગુજરાત ભવનમાં ગરબાથી સ્વાગત.. ભવનની પણ લીધી મુલાકાત..

ડેન્માર્કનાં પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન હાલ ભારતનાં પ્રવાસ પર છે. ત્યારે તેઓએ દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવન ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગુજરાતની સંસ્કૃતિ કલા અને હસ્તકલા નું નિરીક્ષણ કર્યું હતું.આ તકે તેણે ડેન્માર્ક અને ગુજરાતના લાંબા સંયોગને પણ યાદ કર્યા હતા.

ડેન્માર્કનાં પીએમના આ પ્રવાસની આગેવાની માટે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને કેન્દ્રીય સ્વસ્થ મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગરવી ગુજરાત ભવન ની મુલાકાતે આવેલા ડેન્માર્કનાં પીએમનું પરંપરાગત ગુજરાતી ગરબા થી સ્વાગત કરાયું હતું. ગરવી ગુજરાત ભવન નિહાળ્યા બાદ ડેન્માર્કના પ્રધાનમંત્રીએ કહ્યું કે એનો અનુભવ સારો રહ્યો પીએમ મોદીએ તેમને ગુજરાત વિશે માહિતી આપી હતી.

જણાવી દઈએ કે ડેન્માર્કના પ્રધાનમંત્રીનો ભારતનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. પોતાના ભારત પ્રવાસ માં તેઓ મહાત્મા ગાંધી સમાધિ સ્થળના દર્શને ગયા હતા. આ સિવાય આગ્રા જઇને તાજમહેલ પર નિહાળ્યો હતો. જેણે તાજમહેલ ની ભરપૂર પ્રશંસા કરી હતી.

ડેન્માર્કનાં પીએમની ભારતનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.