ગુજરાત રાજ્ય હવે તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ક્યારે ક્યાંકને ક્યાંક ગુજરાતના અમુક જિલ્લાઓમાં નીચેના ભેદભાવ જોવા મળી રહ્યા છે. કંઈક આવો એક જ કિસ્સો ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇલોલ ગામમાંથી સામે આવી રહ્યો છે.
હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સૌ કોઈ લોકો ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા હોય છે. પરંતુ વડોદરાના સાવલીમાં જ્યાં ગરબામાં દલિત પરિવાર સાથે ભેદભાવ થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પિલોલ ગામે ગઈકાલે રાત્રે માતાજીના મંદિર ખાતે ગરબા ચાલી રહ્યા હતા.
https://www.youtube.com/watch?v=qaO5fKh_WOs
જ્યાં એક મહિલા દ્નારા ગરબા રમતી અનુસૂચિત જાતિની મહિલા અને ગરબા રમતા રોકવામાં આવી હતી. નવરાત્રિનાં પર્વમાં ગામમાં રહેતી (નામ બદલ્યું ) રાધા પરમાર નામની મહિલા પર દલિત સમાજની મહિલાઓને ગરબામાંથી કાઢી મૂકવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.