હાલ ગુજરાતમાં(GUJARAT) નવરાત્રીનાં(NAVARATRI) માહોલ વચ્ચે અનેક વચ્ચે અનેક એવા માતાજીનાં ગીતો(SONG) અવનવા આવી રહ્યાં છે. પણ આ અવનવા ગીત કરવામાં કેટલાંક લોકો અશ્લિલતા દેખાડી રહ્યાંનો આરોપ લાગી રહ્યો છે. આવું જ કંઈક બન્યું છે બોલીવૂડ સિંગર(SINGER) ભૂમિ ત્રિવેદીનાં(BHOOMI TRIVADI) ગીતને લઈને. સપ્તાહ પહેલાં જ લોંચ થયેલા ‘ગરબે કી રાત’ ગીતમાં ‘રમવા આવો માડી’ શબ્દનો પ્રયોગ થાય છે.
ત્યારે ગીતનાં સીનમાં અશ્લિલ દ્નશ્યો દર્શાવવામાં આવ્યાં છે તેવાં આરોપ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ગીતને વખોડાઈ રહ્યું છે. અને લાગણી દુભાય હોવાનો મેસેજ ફરતો થયો છે. ત્યારે ગુજરાતનાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આ ગીતનો વિરોધ નોંધાવ્યો છે.
કયું ગીત અને કોણ છે આનું કલાકાર.
‘ગરબે કી રાત’ ગીતનાં સિંગર ભૂમિ ત્રિવેદી છે. જયારે ગીતની કોરિયોગ્રાફી રાહુલ શેટ્ટી દ્નારા કરવામાં આવી છે. તેમજ રાહુલ વૈધ અને નીયા શર્મા દ્નારા આ ગીતમાં ડાન્સ કરવામાં આવ્યો છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
ત્યારે લોકસાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્નારા મોકલવામાં આવ્યું હતું. અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને વિરોધનાં શૂર રેલાવવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.