જગવિખ્યાત રૂપાલમાં આજે નીકળશે માતાની પલ્લી , કોઈને એન્ટ્રી નહીં..

ગાંધીનગર શહેર નજીક રૂપાલનાં(RUPAL) વરદાયીની માતા મંદિરે દર વર્ષે નવરાત્રીના(NAVARATRI) નવમા દિવસે ઘી ની પલ્લી નીકળે છે. જેમાં પલ્લી ઉપર લાખો લીટર શુદ્ધ ઘી(GHEE) નો અભિષેક કરવામાં આવે છે. જો કે ગત વર્ષે કોરોનાની(CORONA) પરિસ્થિતિના કારણે મર્યાદિત ભક્તો(DEVOTEES) સાથે જ પલ્લી નીકળી હતી. અને આ વર્ષે પણ મેળાની મંજૂરી(APPROVED) આપવામાં આવી નથી તેમજ ગ્રામજનો સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.

કોરોના સંક્રમણવી અસર ધાર્મિક પ્રસંગો પર..

કોરોના સંક્રમણ ની અસર ધાર્મિક સામાજિક પ્રસંગો પર પડી રહી છે. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા રૂપાલ ગામના વરદાયિની માતાજી મંદિર થી નીકળતી જગપ્રસિદ્ધ પલ્લી ઉપર પણ તેની અસર જોવા મળી છે. ગત વર્ષ કોરોના ની સ્થિતિ ખૂબ જ કરી હતી ત્યારે છેલ્લે સુધી પલ્લી અંગે ગુપ્તા જાળવવામાં આવી હતી. આખરે હજારો વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા મર્યાદિત ભક્તો સાથે પલ્લીની કરી હતી.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

પરંપરા મુજબ પલ્લી યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા આડકતરો સંકેત આપી દેવામાં આવ્યો હતો. ત્યારે આવતીકાલે નવમા નોરતે રૂપાલ ગામેથી પલ્લી નીકળે છે .પરંતુ તેમાં બહારનો કોઇ ભક્તો ગામમાં પ્રવેશ કરશે નહીં.પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે આજ થી જ ગામ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.