માતા બનવા માટે 70 વર્ષની ઉંમરે મેડિકલ સાયન્સનો સહારો લીધો. અને માતૃત્વ ધારણ કર્યુ..

આપ સૌ કોઈ જાણો છો કે માતા(MOTHER) બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે માતૃત્વ ધારણ કરનારની કોઈ ઉંમર નડતી નથી. જે મહિલાઓ માતા બની શકતી નથી. તેઓ મેડિકલ સાયન્સ(MEDIACAL SCIENCE) નો સહારો લઈને માતૃત્વ મેળવી શકે છે. એક કચ્છી મહિલાએ જે હિંમત બતાવી તે કાબિલે દાદ છે. કચ્છના રાપર(RAPAR) ના મોરા ગામ ના જીવુબેન રબારી(JIVUBEN RABARI) એમ ઉંમરના ૭૦ વર્ષે માતૃત્વ મેળવ્યું છે.

કચ્છના રાપર તાલુકાના ૭૦ વર્ષનાં જીવુ બેન રબારી ના ઘર માં લગ્ન ના ૪૫ વર્ષ બાદ પારણું બંધાયું છે. જીવુ બેન અને તેમના ૭૫ વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી ની સંતાન હતા. તેમની જિંદગીમાં આ એક કમી અનુભવાતી હતી. જો કે તેઓ હિંમત હાર્યા ન હતા. બાળક માટે તેમણે તમામ મેડીકલ ટ્રીટમેન્ટ કરાવી હતી.

આખરે તેમણે એક ભુજની ખાનગી હોસ્પિટલ નો સંપર્ક કરતા તેમની આઈ.વી.એફ ટ્રીટમેન્ટ શરૂ કરાઇ હતી. બાળકના જન્મના સમાચાર મળતા જ વૃદ્ધ દંપતીની ખુશીનો પાર રહ્યો ન હતો.જીવુ બેને સીઝેરિયન થકી બાળકને જન્મ આપ્યો હતો. દંપતીએ લાડકવાયા દીકરાનું નામ લાલો નામ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.