નવી દિલ્હી : સમુદ્રનું જળસ્તર (Sea level) કેટલું ઝડપથી વધી રહ્યું છે અને 2050 સુધી તે દુનિયાના કેટલા શહેરોને પ્રભાવિત કરશે તેના વ્શિે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચ મુજબ, જળસ્તર વધવાથી દુનિયાભરમાં 15 કરોડ લોકો પ્રભાવિત થશે અને તેમની પાસે રહેવા માટે ઘર નહીં બચે. અનેક શહેરો તો એવા છે, જેના દરિયાકાંઠા સમગ્રપણે પાણીમાં સમાઈ જશે. રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વખતે સેટેલાઇટની મદદથી આ આકલન કરવામાં આવ્યું છે, જે ખૂબ સચોટ છે. ત્યાં સુધી કે અત્યાર સુધી જેટલા પણ રિસર્ચ સમુદ્રના વધતા જળસ્તર વિશે થયા છે, આ તેમાં સૌથી વધુ સચોટ છે. આ રિસર્ચ ન્યૂ જર્સી સ્થિત સાયન્સ ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ સેન્ટરે જાહેર કર્યું છે અને પ્રતિષ્ઠિત જનરલ નેચર કોમ્યુનિકેશનમાં તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે.
…તો મુંબઈ ડૂબી જશે
નવા રિસર્ચમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈ વિશે કહેવામાં આવ્યું છે કે શહેરના અનેક હિસ્સાનો સફાયો થઈ જશે. વધતા જળસ્તરની ઝપેટમાં આવવાથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનારી એક માઇગ્રેશન સંસ્થાના કો-ઓર્ડિનેટર ડાયના લોનેસ્કોનું કહેવું છે કે ભારતે અત્યારથી લોકોના સ્થળાંતરનો પ્લાન તૈયાર કરવાની જરૂર છે.
એશિયાના સૌથી મોટા ગ્રોથ એન્જિન શંઘાઈ સામે પણ પાણીમાં સમાઈ જવાનો ખતરો છે. આ શહેરની આસપાસનો વિસ્તાર પણ પાણીમાં ડૂબી શકે છે. તાજેતરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે 11 કરોડ લોકો એવા છે જે પહેલાથી જ હાઇ ટાઇડના ઝપેટમાં આવનારા સ્થળોએ વસી રહ્યા છે. રિસર્ચ સાથે જોડાયેલા સ્ટ્રૉર્સે કહ્યુ કે, શંઘાઈમાં આ પ્રકારનું રોકાણ થતું રહ્યું તો લોકોને બચાવવા મુશ્કેલ હશે. તેઓએ ન્યૂ ઓરિલિઅન્સનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, કેવી રીતે વર્ષ 2005ના કેટરિના વાવાઝોડામાં આ દ્વીપ સમગ્રપણે બરબાદ થઈ ગયો હતો. સ્ટ્રૉસે કહ્યુ કે એ આપણે નક્કી કરવું પડશે કે આપણે કેટલી ઊંડાઈમાં રહેવા માંગીએ છીએ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.