ગુજરાતનાં યુવા ક્રિકેટરનું નિધન , માત્ર 29 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક..

સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત રણજી ક્રિકેટર(RANJIT CRICKETER) અવી બારોટનું(AVI BAROT) નિધન થતાં ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. માત્ર ૨૯ વર્ષની વયે અવીનાં નિધનથી(DIED) SCA શોકમગ્ન બન્યું છે. અવી બારોટ ગુજરાતી(GUJARATI) ક્રિકેટ જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન(BASTMEN) તરીકે પોપ્યુલર હતાં.

તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયરની શરુ કર્યું હતું.અત્યાર સુધી તેમણે ૩૮ ફસ્ટ કલાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યાં હતાં. અવી વિકેટકીપર કમ બેટ્સમેન હતો.

No description available.

અવી બારોટનું માત્ર ૨૯ વર્ષની વયે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનાં પ્રમુખ જયદેવ શાહે માહિતિ આપી હતી કે , ગઈ કાલે ૧૫ ઓકટોબરનાં રોજ અવી બારોટને હાર્ટ એટેક આવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તેનાં અવસાનથી આધાતમાં છે.

અવી બારોટનું ક્રિકેટ કરિયર જાણો..

૧) અવી બારોટે ૩૮ ફસ્ટ કલાસ મેચ રમી હતી.
૨) ૩૮ લિસ્ટ એ મેચ અને ૨૦ ડોમેસ્ટિક ટી – ૨૦ મેચ રમી હતી.
૩) ફસ્ટ કલાસ ક્રિકેટમાં ૧૫૪૭ રન અને એ ગેમ્સમાં ૧૦૩૦ રન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.