સુરતમાં છેલ્લાં ૫ દિવસમાં ખાનગી કલાસીસનાં(PRIVATE CLASSES) ૭ વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર(HEALTH SYSTEM) દોડતું થયું છે.
ગુજરાત સરકાર(GUJARAT GOVERNMENT) દ્નારા તહેવારો પર કોવિડનાં(COVID) નિયમોને હળવા કરવામાં આવ્યાં હતાં. પરંતુ રાજયમાં ઉંધી ગંગા વહી રહી છે. નિયમો હળવા થતાં જ કોરોનાનાં કેસ એક્ટિવ થયાં છે. સુરતનાં ન્યૂ સીટી લાઈટ વિસ્તારમાં કોરોનાના નિયમોનું નેવે મૂકીને કલાસીસ ચાલી રહ્યાં છે. મહત્વનું છે કે સુરતમાં છેલ્લાં ૫ દિવસમાં ૭ વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
જેને લઈને આ વિસ્તારમાં આવેલી જ્ઞાનવૃદ્નિ કલાસીસને તંત્ર દ્નારા હાલ ૧૪ દિવસ માટેય બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં તંત્રે ૧૨૪ વિધાર્થીઓનાં ટેસ્ટિંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
શહેરમાં અને જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્નારા વેકિસનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા દ્નારા અગાઉ મેગા વેકિસનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જોવાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૪ નવાકેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.