શું સચિન દિક્ષીત જ શિવાંશનાં પિતા છે ? FSL રિપોર્ટમાં થયો મોટો ધટસ્ફોટ..

તાજેતરમાં જ ગાંધીનગરમાં(GANDHINGAR) પેથાપુર ગૌશાળા પાસે શિવાંશને(SHIVANSH) ત્યજવાના કેસમાં એક પછી એક ચોંકવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સચિન દિક્ષીત(SACHIN DIXIT) જ શિવાંશના પિતા હોવાનું સાબિત થયું છે. કારણ કે ત્યજાયેલા બાળક(BABY) અને સચિનના DNA મેચ થયા છે.

આ અંગે ગાંધીનગર FSLએ રિપોર્ટ સોંપ્યો છે. રાજયભરમાં ચર્ચા જગાવનારો વડોદરા મહેંદી મર્ડર કેસમાં પોલીસે આરોપી પતિ સચિન દીક્ષિતને લઈને ગઈકાલે દર્શનમ ઓએસિસનાં ફલેટ નં જી -૧૦૨માં પહોંચી હતી. ત્યાં પોલીસે સમગ્ર ધટના પર દોઢ કલાક રિકન્સ્ટ્રકશન કર્યુ હતું.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

વડોદરા કોર્ટ આરોપીનાં ૬ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પોલીસે પોલીસે આરોપીની પૂછપરછ શરુ કરીને આ કેસમાં ઝીણવટ તપાસ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.