પાટીદાર અનામત આંદોલનને(PAAS) લઈને અલ્પેશ કથિરીયા(ALPESH KATHIRIYA) દ્નારા સીએમ ભૂપેન્દ્ર પટેલ(BHUPENDRA PATEL) સાથે મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે. પાસ નાં નેતા અલ્પેશ કથિરીયાએ સીએમને રજુઆત કરતી વખતે ઊંઝા ઉમિયાધામ અને ખોડલધામના(KHODALDHAM) આગેવાનોને સાથે રાખશે અને આંદોલન દરમ્યાન પાટીદાર યુવકો(PATIDAR YOUTH) પર થયેલાં કેસો પરત ખેંચવાની માંગ કરશે.
આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા યુવાનોને નોકરી આપવા માંગ કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા અનામત અંગે પણ સીએમ ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિનું કહેવું છે કે , પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેટલીક માગણીઓ સ્વીકારાઈ છે. પરંતુ તેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. જેથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ ની મુલાકાત માટે સમય માનવામાં આવ્યો છે.
અગાઉ હાર્દિક પટેલ કોસો પાછા ખેંચવા માંગ કરી છે..
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખી અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરોધ નોંધાયેલા અંદાજીત ૪૦૦ પરત ખેંચવાની માંગણી કરી હતી.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.