– કોંગ્રેસનો આંતરિક વિખવાદને લીધે ગુમાવી પડી તાલુકા પંચાયત..
તાપી(TAPI) જિલ્લા કોંગ્રેસ(CONGRESS) માટે ગઈ કાલનો દિવસ ખૂબ જ કપરો કહી શકાય. કારણ કે વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ(PRESIDENT OF CONGRESS) સહિત પાંચ સભ્યો આજે પ્રભારી, મંત્રી મુકેશ પટેલની(MUKESH PATEL) હાજરી માં કેસરીયો ધારણ કરી લેતાં. આઝાદી બાદ સૌપ્રથમવાર વ્યારા(VYARA) તાલુકા પંચાયત(TALUKA PANCHAYAT) કોંગ્રેસના હાથમાંથી સરી જવા પામી છે.
ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ ઇશ્વરભાઇ ગામીત , દિવ્યાબેન ગામીત દયાબેન ગામીત સહિતના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા હતા.
આમ ૨૦ બેઠકો વાળી વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસના પાંચ સભ્યોએ કેસરીયો ધારણ કરતાં ભાજપનું સંખ્યાબળ ૧૧ પર પહોંચી ગયું છે. જેથી ભાજપે કોંગ્રેસ પાસેથી વ્યારા તાલુકા પંચાયત આંચકી લીધી. ત્યારે મંત્રી મુકેશ પટેલે તાપી જિલ્લાને આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત બનશે તેવું જણાવ્યું હતું.
https://www.youtube.com/watch?v=Pg1Bf-WLTu0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.