દ્નારકામાં વીજકરંટથી એક જ દિવસમાં ૩ નાં મોત , બાળકીનાં મોત થી પંથકમાં હાહકાર..

ગુજરાતના(GUJARTA) દેવભૂમિ દ્વારકા(DEVBHOOMI DWARKA) જિલ્લાના કલ્યાણપુર(KALYANPUR) તાલુકામાં વીજ કરંટ(ELECTRIC SHOCK) ના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયાના સમાચાર આવતા જ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા(CHACHLANA) ગામે ખેતરમાં(FARM) પર રીપેરીંગ કરવા જતા એક વ્યક્તિને કરંટ લાગ્યા બાદ બીજો વ્યક્તિ કરંટ લાગેલ વ્યક્તિને બચાવવા જતાં તેને પણ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો.

બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસનો સ્ટાફ ધટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

https://www.youtube.com/watch?v=Dyw-X40q6kY

જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં રમી રહેલી એક નાનકડી બાળકી પર જીવંત વીજવાયર ની પડતાં બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું.આમ વીજ કરંટની બે ધટનામાં કુલ ત્રણ લોકોના મોત થતાં કલ્યાણપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.