ઉત્તરાખંડ(UTTARAKHAND) સરકારે રેડ એલર્ટ(RED ALERT) જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. હરિદ્વાર(HARIDWAR) અને ઋષિકેશમાં(RISHIKESH) ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓને( TOURISTS) આગળ ન વધવા ની ચેતવણી આપવામાં આવી હતી. ઉત્તરકાશી(UTTARKASHI) , નેતાલ(NETAL) અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ(GUJARATI) અટવાઈ ગયા છે.
હજુ પણ ઉત્તરાખંડમાં આવતા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગંગોત્રીમાં ભારે વરસાદને લીધે હજારો ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાક યાત્રાળુઓ રસ્તામાં જ ફસાઈ ગયા છે.
https://www.youtube.com/watch?v=Dyw-X40q6kY
ભારે વરસાદને કારણે યાત્રીઓ જે જગ્યા પર છે ત્યાં જ તેને અટકાવી દેવાયા છે. ચારધામની યાત્રાને હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. અને દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓને વચ્ચે થઈને જ પાછા મોકલવામાં આવી રહ્યા છે હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓને આગળ ન વધવાની અપીલ કરવામાં આવી રહી છે.
અહીં આ ચારભાગા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મુસાફરોને પાછા વાળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ની મુલાકાત લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.