પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત , જુઓ પૂર્વ ડે.સીએમ શું બોલ્યા..

ભાજપના(BJP) પીઠ નેતા અને ગુજરાતના(GUJARAT) પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(NITIN PATEL) પ્રધાનમંત્રી(PRIME MINISTER) નરેન્દ્ર મોદી(NARENDRA MODI) સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. જો કે આ મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત(MEETING) ગણાવી છે.પ્રધાનમંત્રી સાથેની મુલાકાતની તસવીરો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાનાં સોશિયલ મીડિયા(SOCIAL MEDIA) એકાઉન્ટ પર શેર કરી હતી.

તાજેતરમાં જ ભાજપની કારોબારીમાં અપાયું છે સ્થાન.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી , ભારતીબેન , અમિત શાહ , મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

https://www.youtube.com/watch?v=d7o4-omQJNw

જો કે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત કરવામાં આવ્યા છે. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરી ભાજપમાં અળખામણા થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.