કહેવાય છે કે જે મહેનત કરે છે,તેને જ સિદ્ધિ જરુર મળે છે. આ બહેનોની આર્મીમાં પસંદગી થઈ

સ્ત્રીઓને આપણે પ્રેમ નું ઝરણું કહીએ છીએ. તેનો પ્રેમ(LOVE) કુટુંબ પ્રત્યે,બાળક(CHILD) પ્રત્યે હોય, પતિ પ્રત્યે નો હોય અને “દેશ” પ્રત્યે નો પણ હોય. જી હા ,આપણે એવી બે સગી બહેનોની(TWO SISTER) વાત કરવી છી કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. ગઢડા તાલુકાના ગોરડકા ગામની ધરજીયા પરિવારની( DHARJIYA FAMILY) બે સગી બહેનોને બોર્ડર સિકયુરીટી ફોર્સમાં(BORDER SECURITY FORCE) સિલેકટ થઈ છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામના રહેવાસી પરબતભાઈ ધરજીયા કે જેવો દિવસે છકડો રીક્ષા ચલાવી અને રાત્રે ગામ રક્ષક દળમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.પરંતુ તેમની બે દિકરીઓને નાનપણથી જ દેશ ભાવના અને કંઈક કરવાની લગન લાગી હતી.

બંને બહેનો આર્મીમાં સિલેકટ થઈ હોવાનાં સમાચાર મળતાં પરિવારમાં ખુશી વ્પાપી ગઈ હતી. તેની સાથે તેની જ્ઞાતિ અને સમગ્ર જિલ્લામાં સમાચાર પ્રસરતા વાહ અદભૂત એવા શબ્દો લોકોનાં મુખમાંથી સરી પડ્યાં હતાં.લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.