શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની(ARYAN KHAN) જામીન(BAIL) અરજી પર કોર્ટનો(COURT) નિર્ણય આવી ગયો છે. જે બોલિવૂડ સુપરસ્ટાર માટે સૌથી મોટો ઝટકો સમાન છે.સ્પેશિયલ NDPS કોર્ટ આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં(DRUGS CASE) આર્યનની આજે જામીન અરજી હતી. પરંતુ જે વકીલોની(LAWYERS) દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાને હજુ જેલમાં જ રહેવું પડશે. કોર્ટે આજે આર્યન સહિત ત્રણ લોકોની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
https://www.youtube.com/watch?v=n6Xg3hYOHGM
આર્યન ખાનનાં વકીલે કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટેનો દરવાજો ખખડાવશે. હવે આર્યન ખાનના જામીન માટે હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.