તંત્રની ખસીકરણનાં દાવાની પોલ ખુલી પડી , મહિલા કોર્પોરેટરોને કરડયું કૂતરું..

રખડતા ઢોરોનો (CATTLE) આંતક (PAINCE) દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે રાજ્યના કેટલાક રસ્તાઓ પર માણસ કરતા ઢોરો વધી ગયા છે. આવામાં રખડતા ઢોરો હુમલો (ATTACK) કરી દે એવી ઘટના સામે આવી રહી છે. વડોદરામાં (VADODARA) રસ્તે રખડતા ઢોરો બાદ રસ્તે રખડતાં કૂતરાંઓનો (DOGS) ત્રાસ વધી રહ્યો .છે ત્યારે વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર (BJP WOMEN CORPORATOR) ને કુતરુ કરડવાની ઘટના સામે આવી છે.

શરદપૂનમની રાત્રે ગરબા રમી પરત ફરી રહેલા ભાજપના મહિલા કોર્પોરેટર ને કૂતરું કરડયું છે. વડોદરાનાં વોર્ડ નંબર ૧૩નાં કોર્પોરેટર જ્યોતિબેન પટેલ બુધવારની રાતે પોતાના ટુ વ્હીલર પર દીકરી સાથે કરી આવી રહ્યા હતા. રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે એક સાથે ૨૦ કુતરાઓ તેમની ગાડી પર તૂટી પડ્યા હતા.

જ્યોતિબેન પટેલને પગમાં એડી ના ભાગે કૂતરાએ બચકા ભર્યા હતા. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. આ બધાની વચ્ચે મહિલા કોર્પોરેટર એ સ્વીકાર કર્યો છે કે , વડોદરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે. ઠંડીમાં કૂતરાઓનો ત્રાસ વધી જતા હોય છે. કુતરાઓ અચાનક પાછળથી દોડી આવે છે. જે આવી ઘટનાઓ બનતી હોય છે.

ઉલ્લેખનીય છે કે , પાલિકા દર વર્ષે કૂતરાઓનાં ખસીકરણ પાછળ કરોડો ખર્ચ કરે છે , છતાં શહેર કૂતરાઓનો ત્રાસ એમને એમ જ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.