અમદાવાદ: સુભાષબ્રિજના એકસ્પાન્શન જોઈન્ટ તેમજ સ્પેશિયલ પ્રકારની કામગીરીને પગલે આજથી 18મી નવેમ્બર સુધી એટલે કે 20 દિવસ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે દધિચીબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. 20 દિવસ સુધી સુભાષબ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ રોડ થઈને સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈ ડાબી તરફ વળીને દધીચી બ્રિજ પરથી શાહીબાગ અને એરપોર્ટ તરફ જઈ શકશે. બ્રિજ બંધ રહેવાને પગલે એરપોર્ટ તરફ જતા લોકોએ 20 મિનિટ વહેલા નીકળવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.