ગુજરાતીઓએ કોરોનાનાં કારણે નજીકનાં સ્થળોએ ફરવા જવાનું મન બનાવ્યું.

બે વર્ષનાં (TWO YEARS) ખૂબ જ લાંબા સમય બાદ પ્રવાસન ઉદ્યોગ (TOURISM INDUSTRY) ફરી એકવાર પાટે ચડયું હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીનાં (DIWALI) તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો (TOURISM PLACE) અત્યારથી જ ફૂલ થવા લાગ્યાં છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા , સોમનાથ , જેસલમેર , પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયા છે. સાથે જ જમ્મુ કાશ્મીર (JAMMU AND KASHMIR), હિમાચલ પ્રદેશમાં પણ પ્રવાસીઓ વધ્યા છે.

જો કે હવાઈ મુસાફરીનાં ભાડા વધતાં પ્રવાસન થોડું મોંધું થયું છે. કોરોનાના લીધે ઈન્ટરનેશનલ પ્રવાસન બંધ હોવાથી ડોમેસ્ટિક ટુરીઝમને વેગ મળ્યો છે. ગુજરાતીઓ આ વર્ષે દિવાળી અને નવા વર્ષ મિની-વેકેશન ઉજવવાની તૈયારી કરી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=EaXX5VWozhI

ટૂર ઓપરેટસઁ અને ટ્રાવેલ એજન્ટોનું માનવું છે કે , લોકો પોતાનાં વાહનોમાં સવાર થઈને જવાનુઓ પસંદ કરી રહ્યાં છે. કોરોના કાળ દરમિયાન ગત બે વર્ષમાં લોકો કયાંય બહાર ગયાં નથી. જેથી આ દિવાળીએ લોકો ફરવાનું મન બનાવી લીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.