દિવાળીએ જો આપ એસટી મારફત ગામડે જવાનાં છો તો , તમારે સવા ગણું વધુ ભાડું ચૂકવવું પડશે.

કોરોના (CORONA) મહામારીમાં પૂરા બે વર્ષે ઘરમાં પુરાયા બાદ હવે લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતીઓ દિવાળી (DIWALI) પર ફરવા જવાનું મન બનાવી લીધું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે લોકોએ દિવાળી પર મોંઘવારીના (INFLATION) મારનો સામનો કરવો પડશે. પેટ્રોલ ડીઝલ (PETROL DIESEL) તથા અન્ય જીવન જરૂરીયાતી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે એસટીએ (ST) ભાવ વધારો જાહેર કર્યો છે.

હવે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. દિવાળીને લઈને એસ.ટી.નિગમ એ નિર્ણય કર્યો કે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. આ નિર્ણય સૌરાષ્ટ્ર , પંચમહાલ અને દક્ષિણ ગુજરાત , તરફ જતી બસો માટે લેવાયો છે.

આ નિર્ણયોથી અસર તમામ મુસાફરો પર પડશે. ખાસ કરીને એવા રત્નકલાકારો અને મજૂર વર્ગ જેવો દિવાળીએ પોતાના વતન જતા હોય છે. તેઓએ પણ સવા ગણો વધુ ભાડું ચૂકવવું પડશે. જો કે , આ ભાવ વધારો પણ લોકોની કમર ભાંગી નાખશે.

દિવાળીના સમયે શહેરમાં રહેતા લોકો પોતાના આખા પરિવાર સાથે વતન જતા હોય છે જેથી આખા પરિવારને સવા ગણું ભાડું વધારો ચૂકવવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.