કોંગ્રેસમાં સામેલ થવા માંગે છે ભાજપનાં નેતા , લાબું છે નેતાનું લિસ્ટ

ગુજરાત (GUJARAT) વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTIONS) પહેલા કોંગ્રેસે (CONGRESS) ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓને લઈને જણાવ્યું કે , તેમને ઘણા એવા ભાજપના નેતાઓની યાદી મળી છે કે જે કોંગ્રેસમાં સામેલ થવા માગે છે. કોંગ્રેસના પ્રવક્તા (CONGRESS SPOKESPERSON) પવન ખેરા (PAWAN KHERA) એ એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી છે. સાથે જ કોંગ્રેસે સોમવારે બિહારમાં બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ (LALU PRASAD) ના નિવેદન પર કોઈપણ રીતે વળતો પ્રહાર કરવાનું ટાળ્યું.

https://www.youtube.com/watch?v=HQRBo2SZ7E0

માત્ર એટલું જ કહ્યું કે તેઓ લાલુ પ્રસાદનો આદર કરે છે. જનતા પેટાચૂંટણીમાં નિર્ણય કરશે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે સાથી પક્ષો કોંગ્રેસ અને મહત્વ કેમ નથી આપી રહયાં તો પવને જણાવ્યું કે , ધણાં રજાયોમાં જુઓ , લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. તે અંગે અમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પરંતુ કયાંક કોઈએ કંઈક કહ્યું હોય તો પછી અમને પૂછવામાં આવે છે.

ગોવામાં આખે આખી આપ પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ છે.

તેમણે દાવો કર્યો કે , ગુજરાતમાં ભાજપના નેતાઓની લાંબી યાદી છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થવા માગે છે. ગોવામાં આખી આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ. આ અંગે કોઈ ચર્ચા નથી. ચૂંટણી પહેલા આવું રાજકારણમાં થાય છે. બંને બાજુથી ટ્રાફિક હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.