BSFમાં ફરજ બજાવતાં જવાનની અટકાયત , ગુપ્ત માહિતી પહોંચાડવાનો આરોપ

ગુજરાત (GUJARAT) રાજ્યમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાત ATS ભુજમાં BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ (CONSTABLE) મોહમ્મદ સજાદની (MOHAMMAD SAJAD) અટકાયત કરતાં ખળભળાટ મચ્યો છે. BSFના જવાન પર ભારતીય BSF અંગેની ગુપ્ત માહિતી (INTELLIGENCE) દેશનાં દુશ્મન એવા પાકિસ્તાનને (PAKISTAN) પહોંચાડતો હતો એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

https://www.youtube.com/watch?v=HQRBo2SZ7E0

મૂળ કાશ્મીરનાં રાજોરીનો રહેવાસી મોહમ્મદ પાકિસ્તાનથી મળતાં પૈસા પરિવાર અને મિત્રનાં એકાઉન્ટ જમા કરાવતો હોવાનું પણ ખુલ્યું છે. બીજી બીજી પૂછપરછમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે , ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.