આંધ્રની એજન્સીનાં ગોધરામાં ધામા , જાસૂસી કાંડની તપાસ

આંધ્રપ્રદેશના (ANDHRA PRADESH) વિશાખાપટ્ટનમ ના બહુચર્ચિત નેવી જાસૂસીકાંડમાં (NAVY ESPIONAGE) આંધ્રપ્રદેશ ઈન્ટેલિજન્ટ સેલની (INTELLIGENT CELL) ટીમ ગુજરાતમાં (GUJARAT) તપાસ કરી રહી છે. જાસૂસી કાંડમાં ફરી એકવાર ગોધરા ( GODHRA) કનેક્શન સામે આવ્યું છે. જેથી જાસુસી કાંડની તપાસ માટે આંધ્ર ઈન્ટેલિજન્ટ સેલના અધિકારીઓએ (OFFICIALS) ગોધરામાં ધામા નાખ્યા છે. આંધ્રના અધિકારીએ ગોધરામાં દરોડા પાડી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી , એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના અલગ અલગ ૬ વિસ્તારમાં રવિવારની રાત્રે છાપા માર્યા હતાં. ટીમે એક મહિલા સહિત ૫ કરતાં વધુ શંકમંદોની પુછપરછ કરી હતી.

આંધ્રની તપાસ એજન્સી એ પૂછપરછ દરમિયાન ગોધરાનાં મોહંમદી મહોલ્લામાં રહેતાં અલ્તાફ હુસેન ધાંચીભાઈની ધરપકડ કરી છે. અલ્તાફ ધાંચીભાઈ વેલ્ડીંગનાં કામકાજ સાથે સંકળાયેલ છે. ભારતનાં સુરક્ષા દળોના જવાનોને ફસાવવા જાસુસી કરવા ઉપરાંત , હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.