સુરતનાં કાપડ વેપારીઓની સાથે ૧૨૦૦ કરોડથી વધુની ઠગાઈ થતાં હાહાકાર

સુરતની (SURAT) ટેક્સટાઇલ માર્કેટમાં (TEXTILE MARKET) છેતરપિંડીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતના ટેક્સટાઈલ વેપારીઓના (MERCHANTS) સાથે ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ છે. છેલ્લા સાત મહિનાના સમયમાં વેપાર સંગઠનની (TRADE ASSOCIATION) ૪૦ મીટીંગોમાં ૧૨૦૦ કરોડ કરતાં વધુ રુપિયાની ફરિયાદો નોંધાઈ છે.

આ બાબતે સુરત મર્કન્ટાઇલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે , વેપારીઓનું કરોડો રૂપિયાનું પેમેન્ટ કરાયું હોવાની ફરિયાદ મળી છે. છેલ્લા સાત મહિનાથી દર રવીવારના રોજ રોજ મીટીંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા સાત મહિનાના સમયમાં 41 મિટિંગ થઈ છે.આ મીટીંગમાં જાણવા મળ્યું છે કે , સુરતના ૫૬૬૮ વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાની અરજીઓ આવી છે.

https://www.youtube.com/watch?v=rDchqYJHqr4

તેમને વધુમાં જણાવ્યું હતું કે , ૯૫% કિસ્સામાં તો એવું સામે આવ્યું છે કે , બનાવટી કાપડ એજન્ટોના કારણે વેપારીનું પેમેન્ટ ફસાયેલું છે. મોટાભાગના પેમેન્ટમાં સામે પક્ષ અને સમજાવીને પતાવટ કરવામાં આવી છે. વેપારીને ન્યાય મળે અને પોતાનો ધંધો ચાલુ રહે તે દિશામાં સુરત મર્કન્ટાઇલ એસોસિએશન કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.