છેલ્લા ત્રણ મહિનાથી સફાઈ કામદારનો (CLEANER) પગાર (SALARY) ના થતાં કર્મચારીઓ ( EMPLOYEES) દ્વારા હડતાળ કરવામાં આવી છે. પોલીસે (POLICE) માર માર્યાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન બહાર કર્મચારીઓના ધરણાં કરવામાં આવ્યા છે. અમદાવાદમાં (AHMEDABAD) સફાઇ કર્મીઓ દ્વારા પગાર વધારા સહિત વિવિધ માંગણીઓને લઇને હડતાલ કરવામાં આવી રહી છે. હડતાલ (STRIKE) વચ્ચે પોલીસની દમન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
છેલ્લાં ૩ મહિનાથી સફાઈ કામદારોને પગાર ન મળતાં સફાઇ કર્મીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે , પરંતુ ગેરકાયદેસર મંડળી રચી વિરોધ કરવા બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં પોલીસે ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો :
સમગ્ર મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની અટકાયત પણ કરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળ્યાનાં આક્ષેપ સાથે કર્મચારીઓ હોબાળો કરતાં ૩૦ થી વધુ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ડિટેઈન લઇ જવાયા હતા.પોલીસે સગર્ભા મહિલાને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.