ભારત (INDIA) અને પાકિસ્તાન (PAKISTAN) વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપમાં (WORLD CUP) ભારતની કારમી હાર બાદ કેટલા ક્રિકેટ ચાહકો ભારતીય બોલર મોહમ્મદ શામી (MOHAMMED SHAMI) પર ગદ્દાર અને દેશદ્રોહી (TRAITORS AND TRAITORS) હોવાની કોમેન્ટ કરી હતી. જેના લઈને ભારતીય ટીમના ખેલાડીઓ માં ભારે આક્રોશ છે.
ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ આ પ્રકારની કોમેંટ વખોડી કાઢી છે. મોહમ્મદ શામી ને ગદ્દાર કહેનારા ચાહકો ભૂલી ગયા કે શામીએ ભારતને પોતાની બોલિંગનાં દમ પર ઘણી મેચો જિતાડી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે હતી ત્યારે..
ઉલ્લેખનીય છે કે , ૨૦૧૬ના ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી. ત્યારે કોલકાતામાં બીજી ટેસ્ટ રમાઇ રહી હતી. તે વખતે ભારત વતી શામીએ બન્ને ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી ભારતે આ ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચ દરમિયાન સામેની પુત્રી આકરા આઈસીયુમાં હતી. ૧૪ મહિનાની આયરાને શ્ચાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણકારી મળી..
https://www.youtube.com/watch?v=cPIpyDoft0A
શામીને મેચના બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણકારી મળી હતી. શામી ભાગતો ભાગતો હોસ્પિટલ પહોંચ્યો હતો અને આખી રાત આયરા પાસે રહીને બીજા દિવસે મેચ રમવા પહોંચ્યો હતો. જે દિવસે મેચ પૂરી થઈ તે દિવસે આયરાને રજા અપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.