વડોદરાથી ૭ દિવસનાં બાળકનાં અપહરણમાં થતો ધટસ્ફોટ

ઘાટલોડિયાના (GHATLODIA) લીલોરા ગામમાંથી (LILORA VILLAGE) પાંચ દિવસ અગાઉ સાત દિવસના નવજાત શિશુનું (NEWBRON BABY) અપહરણ (KIDNAPPING) થયું હતું. અપહરણકર્તાઓએ બિહારના નિ:સંતાન આર્મી જવાનને (ARMY JAWAN) રૂપિયા ૪ લાખમાં શિશુને વેચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આર્મી જવાન અને મહિલા સહિત ચાર જણાને પકડયા છે.

શિશુનાં અપહરણમાં સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્કવોડની ટીમ કામે લાગી હતી. પોલીસે નિ:સંતાન દંપતીઓ , તાંત્રિક વિધિ કરનાર ભુવાઓ, ૧૦૮ – ખીલખિલાટ વેનના કર્મચારીઓ ,હોસ્પિટલના સ્ટાફ સહિત ૧૦૦ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી.પાંચેક મહિનાથી નવજાત બાળકની તપાસ કલ્પેશ રાઠોડની પોલીસને માહિતી મળી હતી.

કલ્પેશ પરિચિત બિહારના નિ:સંતાન આર્મી જવાન માટે બાળક શોધતો હતો. કલ્પેશે તેના ફતેગંજના પરિચિત પ્રવીણ નો સંપર્ક કર્યો હતો અને પ્રવીણે કોટંબી ના કાળીદાસ ઉર્ફ કાળીયા નો સંપર્ક કર્યો હતો. કલ્પેશ , કાલિદાસ અને મહિલા સહિત પાંચ જણાયે શિશુના અપહરણનો પ્લાન કરીને તારીખ ૨૧મીનાં કાળીદાસ ,મહેશ અને રમણે બાળકનું અપહરણ કર્યુ હતું.

કલ્પેશે રુ.૪ લાખમાં આર્મી જવાન નરેન્દ્ર સાથે બાળકનો સોદો કર્યો હતો. પોલીસની એક ટીમ હવાઈમાર્ગે બિહાર પહોંચી હતી. પોલીસે બિહારના રોહતાસમાં સ્થાનિક પોલીસની મદદથી લાન્સ નાયક નરેન્દ્રનાં ધરે પહોંચી હતી. પોલીસને નરેન્દ્ર પાસેથી ૭ દિવસ બાદ બાળક હેમખેમ મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.