દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સૌરાષ્ટ્રનાં પ્રવાસે ,પહેલાં મહુવા પછી

ભાવનગર (BHAVNAGAR) અને મહુવાની (MAHUVA) મુલાકાતે આવનાર રાષ્ટ્રપતિના (PRESIDENTS) આગમન પૂર્વે રાજ્યપાલ (GOVERNOR) પણ ભાવનગરના મહેમાન બનશે. તો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પણ તેમની સાથે વિવિધ કાર્યક્રમો માં જોડાશે. ત્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમને (PROGRAM) લઇને જિલ્લા વહીવટી (DISTRICT ADMINISTRATIVE) તંત્ર તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પોલીસે (POLICE) પણ રાષ્ટ્રપતિ મુલાકાતને લઇને ચુસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ  આગામી તા.૨૯ ને શુક્રવારના રોજ ભાવનગર જિલ્લાના મહેમાન બનશે. ભાવનગર જિલ્લાની મુલાકાતે પરિવાર સાથે આવતાં રાષ્ટ્રપતિ કોવિડ ૨૯ના રોજ સવારે ભાવનગર એરપોર્ટ પર આવી ત્યાંથી હવાઈમાર્ગ હોવા જશે. જ્યાંથી વાહન માર્ગ તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુ સાથે મુલાકાત કરશે.

ત્યારબાદ બપોરે ભાવનગર આવી સુભાષનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ૧૦૮૮ આવાસોનું લોકાર્પણ કરશે. રાત્રિ રોકાણ ભાવનગર સર્કીટ હાઉસમાં કરશે. જો કે , રાષ્ટ્રપતિ ભવન તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઇ નથી.રાષ્ટ્રપતિનાં આગમન પૂર્વ રાજયપાલ દેવવ્રત આચાર્ય પણ ભાવનગર આવી પહોંચશે.

રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાધાણી પણ હાજર રહેશે બન્ને કાર્યક્રમમાં તેમ જાણવા મળ્યું છે. જયારે , ભાવનગર પોલીસે પણ આ કાર્યક્રમને લઈને ચૂસ્ત બંદોબસ્ત શરૂ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.