સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવાળીમાં બુકિંગ ન મળે તો ચિંતા ન કરો , આવી છે મોટી ખબર

સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) બન્યા બાદ હવે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોટફેવરિટ (HOT FAVORITE) સ્થળ (PLACE) બન્યું છે. નર્મદા (NARMADA) જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા (KEVADIYA) દિવાળીની રજાઓમાં અત્યારથી જ આવું જ ફૂલ થઇ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓનલાઇન ટિકિટ (ONLINE TICKETS) પણ હાઉસફૂલ થઇ જતા ઓનલાઈન સ્પોટ વધારી દેવાયો છે.

કોરોના મહામારી જે સ્લોટ ઓછા કર્યા હતા તેને પણ દિવાળી માટે ખુલ્લા કરી દેવાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ આ સ્થળ કોરોના કાળને બાદ કરતા ક્યારેક ખાલી રહ્યું નથી. હવે સ્થિતિ એવી છે કે , ભારતભરના પ્રવાસીઓ અન્ય જગ્યાએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે.

નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા દિવાળીની રજાઓમાં અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. નર્મદા કેવડિયા પ્રવાસન ધામ દિવાળીની રજાઓમાં ખાસ પ્રવાસીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટ નો સ્લોટ પણ હાઉસફૂલ થઇ ચૂક્યો છે. સાથે સ્ટેચ્યુ પાસે બનાવેલા જંગલ સફારી ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ ૬ નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે.

હાલ પણ ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. ત્યારે જંગલ સફારી માં પણ ૩૦૦૦ થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. જોકે પ્રવાસીઓનો સૌથી મોટું આકર્ષણ કેવડીયા હાલ બની રહ્યો છું. દિવાળીની રજાઓમાં દૂર કરવા જવું જોખમી છે. એટલે કેવડિયામાં ત્રણ દિવસ પણ ઓછા પડે છે.

અહીંયા નો વાતાવરણ ખૂબ જ મનમોહક છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ જ પસંદ કરે છે. આ વર્ષના દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે ખાસ સ્ટેચ્યુ પાસે મૂકેલી ઈ-રીક્ષા , ઈ-કાર , ભૂલભૂલૈયા જેવા નવા પ્રોજેક્ટ પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.