બોયફ્રેન્ડ માટે ઝધડી પડી બે યુવતી , ન બોલવાનાં શબ્દ બોલ્યાં

લખનૌ : જાહેરમાં રસ્તાની વચ્ચોવચ બે યુવતીઓની ઝધડાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિડિયો ઉત્તર પ્રદેશનાં પાટનગલ લખનૌનો છે. છોકરીઓે જાહેરમાં ખૂબ હોબાળો મચાવ્યો. એક યુવતીએ તો બીજી યુવતીની ખૂબ જ પીટાઈ કરી નાખી.

વાયરલ થયેલા વિડિયોમાં જોવા મળે છે કે , એક યુવતી બીજી યુવતીની પિટાઈ કરી રહી છે. માર ખાઈ રહેલી યુવતી ને લોકો બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ વિડિયો લખનૌના આશિયાના વિસ્તારનો હોવાનું કહેવાય છે.

https://www.youtube.com/watch?v=ESduuLIfj04

રસ્તા પર જોવા મળ્યો હાઈવોલ્ટેજ ડ્રામા..

પીડિત યુવતીએ આરોપ લગાવ્યો કે એક યુવક લગ્નનું વચન આપીને તેનો રેપ કર્યો. અને ત્યારબાદ પોતાના મહિલા મિત્રોથી તેની પીટાઇ કરાવી દીધી છે.હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો છે. ફરિયાદના ૧૫ દિવસ બાદ કેસ થયો. એવું પણ કહેવાય રહ્યું છે કે , મારામારી કરતી યુવતી સાથે યુવકની હાલની પ્રેમિકા છે.

જેણે પૂર્વ પ્રેમિકા સાથે મારપીટ કરી અને ગાળો પણ આપી.અત્રે જણાવવાનું કે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ યૌન ઉત્પીડન અને મારપીટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અન્ય બે યુવતીઓ વિરુદ્ધ પણ પોલીસે કેસ દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.