જબરું હો.. આ ગામમાં કાળી ચૌદશે શણગારાય છે સ્મશાન , થાય છે આ કામ

કાળી ચૌદશની (BLACK FOURTEEN) રાત્રે લોકો સ્મશાનની (CEMETERY) આસપાસ થી નીકળતા પણ ડરતા હોય છે. પણ વડાલી (VADALI) ગામના લોકો કાળી ચૌદશને બાળકો સાથે જઈને મનાવે છે. અને સ્મશાનને દીવડાઓથી શણગારી ભગવાન શંકરની (LORD SHANKARA) આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે.

મળતી માહિતી પ્રમાણે , સાબરકાંઠાના વડાલી ગામના લોકોને માટે કાળી ચૌદશ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાઇ જાય છે. તેઓ પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે. બાળક હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાન માં રાત્રે એકત્રિત થાય છે. ગામના સ્મશાન માં જઈને તેઓ ગામના સમશાનને દિવડાઓથી ઝગમગી ઉઠે છે.

ત્યારબાદ ગામનાં લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે. અને આમ કાળી ચૌદશે ગામનો લોકો ભકિતમય થઈને કાળી ચૌદશને ભકિતથી ઉજવે છે. આમ તો કાળી ચૌદશે સમશાનનું નામ સાંભળતા જ લોકોના મનમાં અને દિલમાં ફફડાટ વ્યાપી જાય છે. પરંતુ કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વીકારવામાં ન આવે તેવી વાત છે , પણ આમ છતાં પણ વડાલીના ગામના લોકો હવે ગામનું સ્મશાન એ એક ભક્તિનું સ્થળ બની ગયું છે.

આમ સમશાનમાં જવાથી તંત્ર-મંત્ર કે સાધના થતી હોય છે. કોઈ જઈ ના શકે તેવી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.