પ્રાણી સંગ્રહાલયમાં 4 સિંહો કોરોના સંક્રમતિ કર્મચારીઓના સંપર્કમાં આવતાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન

સિંગાપુરના (SINGAPORE) પ્રાણી સંગ્રહાલયમાં (ZOO) ચાર એશિયાટીક સિંહોમાં (ASIATIC LIONS) કોરોના લક્ષણની (CORON) પુષ્ટિ થઈ છે. આ ચાર સિંહો ચેપગ્રસ્ત કર્મચારીઓના (EMPLOYEES) સંપર્કમાં આવ્યા હતા. મંડાઈ વન્યજીવ જૂથનાં સંરક્ષણ અને સંશોધનના વાઈસ પ્રેસિડેન્ટ ડો.સોન્જા લુઝે (DR.SONJA LUZE) જણાવ્યું હતું કે , શનિવારે સિંહોમાં છીંક અને અન્ય હળવા લક્ષણો જોવા મળ્યા હતાં.

આ પછી સિંહોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. લુઝે જણાવ્યું કે મંડાઈ વાઈલ્ડ લાઈફ ગ્રુપના નાઈટ સફારી કાર્નિવોર સેકશનના ત્રણ કર્મચારીઓ કોરોના થયો હતો.

આ સંક્રમિત કામદારોનાં સંપર્કમાં આવ્યા બાદ નવ એશિયાટિક અને પાંચ આફ્રિકન સિંહોને અલગ રાખવામાં આવ્યા હતાં. તમામનાઓ પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં ચાર એશિયાટિક સમય સિંહોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. તેણે કહ્યું કે બધા સિંહો સારી રીતે ખાઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.