બોલિવૂડ અભિનેત્રી (BOLLYWOOD ACTRESS) અને બીજેપી સાંસદ (BJP MP) હેમા માલિનીએ (HEMA MALINI) કેન્દ્ર સરકારની ટીકા પર કહ્યું કે , મોદી સરકારથી (MODI GOVERNMENT) બધા ખુશ છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા મથુરા (MATHURA) પહોંચેલી હેમા માલીની મીડિયા સાથે આ વાત કરી હતી.
મથુરાના સાંસદ હેમા માલિનીની બ્રજરાજ ઉત્સવની તૈયારીની સમીક્ષા કરવા સોમવારે પવિત્ર શહેર વૃંદાવન પહોંચી હતી. તેમણે યમુના કિનારે શરૂ થયેલા બ્રજરાજ ઉત્સવ ની સમીક્ષા કરી હતી.આ તહેવાર ૧૦ દિવસ સુધી ચાલે છે.
આ ટૂર દરમિયાન હેમા માલિનીએ કહ્યું કે અમને લાગે છે કે દરેક વસ્તુ એકદમ બરાબર છે. ખેડૂતો પણ ખુશ છે , અહીંના વેપારીઓ પણ ખુશ છે , કાર્યકર પણ ખુશ છે , બધા ખુશ છે તમારા જે ટીકા કરવી હોય તે કરો.
‘હુનર હાટ’નું ઉદ્ધાટન કરતાં યુપીના સીએમ યોગી આદિત્ય નાથે કહ્યું કે તે ૯-૧૦ દિવસ સુધી ચાલશે. વિવિધ રાજયમાંથી હસ્તકલા સાથેનાં વિવિધ સ્ટોલ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.